Who decides the name of a hurricane?
When you hear the name of the hurricane, do you think it will be the name of the hurricane? And if so, why are there different names every time? Hurricanes like Katrina, Okhi, Larry, Lisa have struck in the past. This is the hurricane of the time. Who will name this hurricane and how? So let's find out today. All the countries together name this hurricane. In which different names have already been given. An organization has also been formed for this naming. Which includes different countries. An agreement was reached in 2008 between the eight countries bordering the coast. India, Pakistan, Myanmar, Sri Lanka, Bangladesh, Maldives, Thailand and Oman. Their order is determined by the letter before the names of different countries. Depending on the order, each country indicates the name of the hurricane. India is facing a cyclone during the Corona period. This is the first cyclone of 2021, which has been named by Myanmar. Which means ‘gecko’. That is a domestic lizard found in warm climates. From which Myanmar has derived this name.
વાવાઝોડાંના નામ કોણ નક્કી કરે છે ?
વાવાઝોડાનું નામ સાંભળીને તમને થાય કે વળી વાવાઝોડાનું તો નામ હશે? અને હોય તો દર વખતે અલગ-અલગ નામ કેમ હોય છે? ભૂતકાળમાં કટરિના, ઓખી, લૈરી, લીઝા જેવાં વાવાઝોડાં ત્રાટકી ચૂક્યાં છે. આ વખતનું વાવાઝોડું છે. આ વાવાઝોડાનાં નામ કોણ પાડતું હશે અને કેવી રીતે પાડતું હશે? તો આજે જાણી લઈએ. બધાં દેશો સાથે મળીને આ વાવાઝોડાનું નામકરણ કરે છે. જેમાં અલગ-અલગ નામો પહેલાથી આપી દેવાયા છે. આ નામકરણ માટે એક સંગઠન પણ બનાવાયું છે. જેમાં વિવિધ દેશોનો સમાવેશ થાય છે. ૨૦૦૪માં જે દેશો દરિયા કિનારાની સરહદ ધરાવે છે, તે આઠ દેશો વચ્ચે એક કરાર કરવામાં આવ્યો હતો. ભારત, પાકિસ્તાન, મ્યાનમાર, શ્રીલંકા, બાંગ્લાદેશ, માલદીવ, થાઈલેન્ડ અને ઓમાન. વિવિધ દેશના નામ પહેલાંના અક્ષર અનુસાર તેમનો ક્રમ નક્કી થાય છે. તે ક્રમના આધારે જે-તે દેશ વાવાઝોડાનું નામ સૂચવે છે. ભારતને કોરોનાકાળમાં જ ચક્રવાતનો સામનો કરવો પડી રહ્યો છે. આ ૨૦૨૧નું પહેલું વાવાઝોડું અર્થાત્ ચક્રવાત છે, જેને મ્યાનમાર દ્વારા નામ આપવામાં આવ્યું છે. જેનો અર્થ ‘ગેકો’ છે. એટલે કે ગરમ વાતાવરણમાં મળતી ઘરેલુ ગરોળી છે. જેના પરથી મ્યાનમારે આ નામ સૂચવ્યું છે.
Post a Comment
Comment Karo